મન કી બાત: મોદીએ કહ્યું ચંદ્રયાન-2થી વિશ્વાસ અને નિર્ભયતાની શીખ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં આજે બીજી વાર મન કી વાત કરી. પીએમે મન કી બાત માટે હંમશાની જેમ આ વખતે પણ સૂચનો મંગાવ્યા હતા. વડાપ્રધાન મોદીનો આ 55મો રેડિયો કાર્યક્રમ છે જેના દ્વારા તેઓએ દેશવાસીઓને સંબોધિત કર્યા.

આ પહેલા ફરી સત્તામાં આવ્યા બાદના પહેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જળ સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે દરેકના સહયોગની અપીલ કરી છે. તેઓએ ફિલ્મ અને મીડિયાથી લઈને રમત અને ધાર્મિક સંગઠનો સુધીને તેને મિશનનું રૂપ આપવાનો આગ્રહ કર્યો.

પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો…

  • મન કી બાતના માધ્યમથી હું દેશના વિદ્યાર્થીઓ મિત્રો, યુવા સાથીઓ સાથે એક ખુબ જ રસપ્રદ સ્પર્ધાના જાણકારી શેર કરવા માંગુ છું અને દેશના યુવક યુવતીઓને આમંત્રિત કરું છું. – પીએમ મોદી
  • આપણે યાદ રાખવું જોઈએ કે જીવનમાં પણ મુશ્કેલીઓને દૂર કરવાનું સામર્થ્ય પણ આપણી અંદર જ છે.
  • હરિયાણામાં જે પાકને ઓછા પાણીની જરૂર પડે છે અને ખેડૂતોને પણ કોઈ નુકસાન ન થાય તેની ખેતી કરવા માટે પ્રોત્સાહન અપાય છે.
  • તહેવારોના અવસરે અનેક મેળા લાગે છે, જળ સંરક્ષણ માટે આ મેળાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • ચંદ્રયાન 2 મિશને એકવાર ફરીથી એ સાબિત કરી દીધુ છે કે જ્યારે વાત નવા નવા ક્ષેત્રમાં કઈંક નવું કરવાની આવે છે ત્યારે આપણા વૈજ્ઞાનિક સર્વશ્રેષ્ઠ છે, વિશ્વ સ્તરીય છે.-પીએમ મોદી
  • મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને અંતરિક્ષમાં ભારતની સફળથા અંગે જરૂર ગર્વ થયો હશે-પીએમ મોદી
  • જમ્મુ કાશ્મીરમાં બેક ટુ વિલેજ કાર્યક્રમ હેઠળ પહેલીવાર મોટા મોટા અધિકારીઓ સીધા ગામડાઓ સુધી પહોંચ્યા અને લોકો સાથે વાત કરી. રાજ્યની તમામ પંચાયતોમાં ગામવાળાઓને અધિકારીઓએ સરકારી યોજનાઓની જાણકારી આપી. અધિકારીઓએ 2 દિવસ અને એક રાત ગામડામાં વિતાવી- પીએમ મોદી
  • તમારે ક્વિઝમાં ભાગ લેવાનો રહેશે, અને સૌથી વધુ અંક મેળવવાના રહેશે. સૌથી વધુ સ્કોર કરનારા બાળકોને ઈનામ સ્વરૂપે 7 સપ્ટેમ્બરના રોજ શ્રી હરિકોટામાં ચંદ્રયાન 2ના લેન્ડિંગની પળના સાક્ષી બનાવાની તક મળશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી