આજે હરક્યુલસ વિમાનમાં બેસી હાઈવે પર લેન્ડ કરશે PM મોદી

વાયુસેનાના લડાકૂ વિમાન પણ કરશે એન્ટ્રી

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનને મેગા શો બનાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર 16મી નવેમ્બરે પૂર્વાચલ એક્સપ્રેસ વેની 3.2 કિલોમીટર લાંબી પટ્ટી પર એક પછી એક પાંચ ફાઈટર જેટ ઉતરશે, તેની સાથે આકાશમાં ત્રિરંગા પણ જોવા મળશે. સુલતાનપુર (Sultanpur) પાસે આજે બપોરે 1.20 થી 3.45 દરમિયાન યોજાનારા સમારોહમાં ભારતીય વાયુદળની ( Indian Air Force ) તાકાત જોવા મળશે. આ પ્રોજેક્ટમાં લગભગ 22 હજાર 495 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પીએમ મોદીની એન્ટ્રી C-130 સુપર હરક્યુલિસથી બપોરે દોઢ વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે. પીએમના સ્વાગત માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. ત્યારે પીએમ મોદી 341 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ -વેના ઉદ્ધાટન બાદ ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ યોગીનો મેગા પ્રોજેક્ટ છે. ત્યારે જાણકારી મુજબ પીએમ મોદીના ભાષણ બાદ લગભગ અડધો કલાકનો એક શો પણ થશે. જેમાં દેશમાં ફાઈટર જેટ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. ફાયટર એરક્રાફ્ટ સુખોઈ જગુઆર અને મિરાજ ફ્લાઈપાસ્ટ કરશે. બપોરે 2.40 વાગે એર શો શરુ થશે.

ભારતીય વાયુસેનાના પાંચ ફાઈટર ઉત્તર પ્રદેશના આકાશમાં ગર્જના કરશે અને એક રસ્તાની વ્યૂહાત્મક શક્તિનો અનુભવ કરાવશે. તેથી આ અવસર ખાસ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈવેન્ટને વધુ મોટી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( PM Narendra Modi ) ફાઈટર જેટમાંથી જાતે જ સ્થળ પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભારતના દુશ્મન એવા પાકિસ્તાન અને ચીનને પણ એક પ્રકારે સંદેશ આપવાનો ઈરાદો છે. ભૌગોલિક રીતે પૂર્વાચલ એવા વિસ્તારમાં આવે છે જ્યાથી ચીનની લાંબી સરહદ નજીક પડે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર 341 કિમી પૂર્વાંચલ એક્સપ્રેસ વે બનાવવા માટે લગભગ 22 હજાર 495 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ હાઈવેથી રાજ્યના 9 જિલ્લા બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાજીપુરને જોડે છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી