PM મોદી કરશે Jewar Airportનું શિલાન્યાસ

યુપીમાં એશિયાનું સૌથી મોટુ એરપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પાંચમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે. ગૌતમ બુધ નગર (નોઈડા) જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે જે યોગી સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનું એક છે. આ એરપોર્ટ પ્રદેશના ઔદ્યોગિક, આર્થિક અને પર્યટનના વિકાસ માટે મીલનો પથ્થર સાબિત થશે. આ કાર્યક્રમ બપોરે 1 વાગે શરુ થશે. પીએમઓ મુજબ એરપોર્ટ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, ફરીદાબાદ અને ત્યાંની આસપાસના વિસ્તારમાં સ્થિત લોકોની સેવા કરશે.

જેવર એરપોર્ટ કોણ બનાવશે?
યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA)ને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ માટે કાર્યકારી એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને વિકાસની જવાબદારી જ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.

જેવર એરપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ થશે?
હવે જ્યારે આટલું ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના પાછળ પણ ઘણા પૈસા ખર્ચવામાં આવશે. તેના નિર્માણ માટે ઉત્તર પ્રદેશ સરકારે ફેબ્રુઆરી 2021 માં 2,000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. તેને પૂર્ણ કરવા માટે લગભગ 29 હજાર 650 કરોડનો ખર્ચ થઈ શકે છે.

હાલ દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ સાઉદી અરબમાં છે. ત્યાનું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ 77600 હેક્ટરની જમીનમાં બન્યું છે. બીજું સૌથી મોટું એરપોર્ટ અમેરિકા Denver International Airport છે જે 13571 હેક્ટર જમીન પર બન્યું છે. ત્રીજું સૌથી મોટું એરપોર્ટ પણ અમેરિકામાં છે. પરંતુ હવે આ શ્રેણીમાં ચૌથા સ્થાન પર ભારતનું જેવર દુનિયાનું ચોથું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.

આ એરપોર્ટ બાદ ઉત્તર પ્રદેશ દેશનું એક માત્ર રાજ્ય બની જશે જેની પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિવહન કેન્દ્ર હશે.

પીએમ મોદીની વિશાળ રેલી પણ યોજનામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે જેને પશ્ચિમ યુપીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે અને વિકાસના હેતુથી આને નિર્ણાયક ગણાવાઈ રહ્યો છે. મોટા સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પીએમ મોદીની વિશાળ રેલી પણ યોજવામાં આવી રહી છે.

જેવર એરપોર્ટના ભૂમિ પૂજનની ખાસ તૈયારી

આ ખાસ કાર્યક્રમ માટે 12 લાખ સ્ક્વાયર ફીટના ટેંટ બનાવવામાં આવ્યા છે. અહીં પીએમ મોદી એક વિશાળ જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે. પાર્ટી દાવો કરી રહ્યા છે કે પશ્ચિમી યૂપીની સૌથી મોટી રેલી થવા જઈ રહી છે.

આ કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો સામેલ થવા જઈ રહ્યા

વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો સામેલ થવા જઈ રહ્યા છે. જો કે આ ટેન્ટ તો ફક્ત પીએમ મોદીની રેલી માટે છે. ટેન્ટની પાછળ વધુ એક જગ્યા જેવર એરપોર્ટના ભૂમિ પૂજન માટે તૈયારી કરાયી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી