કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ: વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 49મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે.

તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ રાહુલ ગાંધીના જન્મદિવસ પર તેમને શુભકામના પાઠવી.

ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તેમણે કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડી દેવાની માંગણી કરી હતી પરંતુ કાર્યકર્તાઓએ તેમને આ પદ પર રહેવા માટે આગ્રહ કર્યો. ચોકીદાર ચોર છેની નારેબાજી કરીને રાહુલ ગાંધીએ આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને ટક્કર આપવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો આ પ્રયત્ન પક્ષને જીત અપાવી શક્યો નહી. જોકે તેમણે કેરળની વાયનાડ સીટ પરથી જીત મેળવી છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી