PM મોદીએ આપી નવરાત્રીની શુભકામના

નવરાત્રીનો પ્રારંભ, શેરીઓમાં ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

માતાજીની શક્તિ, ભક્તિ અને આરાધનાના મહાપર્વનો આરંભ

આજથી મા જગદંબાની આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો ઉમંગ અને ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. પર્વની ઉજવણીમાં સર્તકતા, સાવધાની અને સાવચેતી દાખવવાની રહેશે કારણ કે હજુ કોરોનાનો કાળ ગયો નથી. જેટલા સતર્ક રહેશું તેટલો ઉજવણીનો આનંદ માણી શકાશે. વળી આજે અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જે જાહેર થયા બાદ શ્રદ્ધાંળુઓ દર્શનનો લાભ લ્હાવો લઇ શકશે. જણાવી દઇએ કે, છેલ્લા બે-ત્રણ દિવસથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ પાવન તહેવારે અનેક લોકો નકોરડા ઉપવાસ કરીને શકિતની આરાધના કરશે. આ વખતે ત્રીજુ અને ચોથુ નોરતું સાથે છે એટલે એક નોરતાની ઘટ છે. રાજ્યનાં પવિત્ર યાત્રાધામ બહુચરાજી, ચોટીલા, અંબાજી, આશાપુરા ધામ સહિત માતાજીનાં સ્થાનકોમાં આજથી માઇ ભકતોની ભારે ભીડ જોવા મળશે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, દેવી દુર્ગાની આરાધનાના પવિત્ર તહેવાર શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આ નવરાત્રી દરેકના જીવનમાં શક્તિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે.

નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રિ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ પડે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી