ગુજરાતને PM મોદીની દિવાળી ભેટ, ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું કર્યું ઈ-લોકાર્પણ

વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું વચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું. સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરીનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વર્ષોનું સ્વપ્ન પૂર્ણ થયું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઘોઘા હજીરા રોપેક્ષ સેવાનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી. તો ઉદઘાટન પહેલા પીએમ મોદીએ વેપારીઓ સાથે વાત કરીને આ સુવિધા તેમના માટે કેટલી ફાયદાકારક બનશે તે જાણ્યું હતું. વેપારીઓએ આ સુવિધાથી સંતોષ માન્યો હતો. 

લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. આજે આ સુવિધાથી તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે. જ્યારે આપણા લોકોની વચ્ચેની દૂર ઓછી થાય છે તો મનને સંતોષ થાય છે. આજે ગુજરાતના લોકોને દિવાળીના તહેવારની મોટી ભેટ મળી રહી છે. આ સર્વિસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તારના લોકોનું વર્ષોનુ સપનુ પૂરુ થયું છે. હજીરામાં આજે નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરાયું છે. ભાવનગર અને સુરત વચ્ચેના આ નવા સમુદ્રી સંકલ્પ માટે તમે સૈૌને અભિનંદન. 

વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે રસ્તાનું જે અંતર 345 કિમી હતી, તે સમુદ્રના રસ્તાથી 90 કિમી થઈ જશે. જે અંતરને કવર કરવા 10 થી 12 કલાલનો સમય લાગતો હતો, હવે તે સફરમાં માત્ર 3-4 કલાક લાગશે. સમયની સાથે તે તમારો ખર્ચ પણ બચાવશે. આ ઉપરાંત રસ્તા પરથી જે ટ્રાફિક ઓછું થશે તે પ્રદૂષણ ઘટાડશે.  80 હજાર ગાડી, 30 હજાર ટ્રક આ નવી સર્વિસનો લાભ લઈ શકશે. જેથી પેટ્રોલ-ડીઝલ બચશે. આ કનેક્ટિવિટી આ વિસ્તારના લોકોનું જીવન બદલશે. હવે ખેડૂતોની ફળ-શાકભાજી-દૂધ સુરત પહોંચાડવામાં વધુ સરળતા મળશે. સમુદ્રના રસ્તે પશુપાલકો અને ખેડૂતોના ઉત્પાદન તેજીથી વધુ સુરક્ષિત રીતે માર્કેટ સુધી પહોંચી શકશે. વેપારીઓની સરળતા વધશે. આ સર્વિસ શરૂ કરવામાં અનેક લોકોનું શ્રમ લાગ્યું છે. અનેક ચેલેન્જિસ આવ્યા છે. આ પ્રોજેક્ટ સાથે હું પહેલેથી જોડાયેલો છું. આ કારણે મને એ તમામ સમસ્યાઓની જાણકારી છે. ક્યારેક લાગતું કે મને થશે કે નહિ. આ તમામ બાબતોનું અવલોકન કરીને મહેનત કરી છે. તમામ એન્જિનિયર, શ્રમિકનો આભાર માનું છું. આજે આ હિંમત લાખો ગુજરાતીઓ માટે નવી તક લઈને આવી છે.  

સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

હજીરા-ઘોઘા વચ્ચે રોડ માર્ગનું અંતર લગભગ 370 કિલોમીટર છે. જે સમુદ્ર માર્ગે ઘટીને 90 કિલોમીટર રહેશે. જેના લીધે પ્રતિદિન 9 હજાર લીટર ઈંધણની બચત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં 3 રાઉંડ ટ્રીપ કરશે. તેથી રોજ 24 એમટી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાશે. રો-પેક્સમાં વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. સૌરાષ્ટ્રને રોપેક્સ થકી એક મોટું બજાર મળશે. સુરતના ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રના જિલ્લાઓને મળશે અને રોજગારીની તકો ઉભી થશે. સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોંચવુ પણ સરળ બનશે.

ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટની વડાપ્રધાને શરૂઆત કરાવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. ત્યારે હવે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આજે કરાવી હતી.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર