PM મોદીના માતા હીરાબાએ લીધી કોરોનાની રસી

 વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતમાં અત્યારે જોરશોરથી કોરોનાનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય મંત્રીઓએ કોરોનાની રસી લીધી છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ કોરોનાની રસી લીધી છે.

આ અંગે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારા માતાએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે, તમારી આસપાસના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરો અને મદદરૂપ થાવ.

કોરોના રસી સંપુર્ણ સુરક્ષીત હોવા અંગે અનેક વાર સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે મોદી સરકારનાં મોટા ભાગના મંત્રીઓએ કોરોના રસી લઇને લોકો વચ્ચે એક પ્રકારે વિશ્વાસ સંપાદનનું કામ કર્યું છે. તેવામાં નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ રસી લેતા વધારે મજબુતાઇથી સંદેશ નાગરિકોમાં ગયો છે કે, કોરોના રસી સંપુર્ણ સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં નિર્મિત કોરોના રસીની દેશ વિદેશમાં ખુબજ માંગ છે. ભારત દ્વારા રસીનું મોટા પાયે નિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. 

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આ કડીમાં ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાં હીરાબેનને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ બપોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, મને જણાવતા ખુબ આનંદ થઇ રહ્યો છે કે, મારા માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આજે લીધો છે. હું તમામ નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે, જે પણ વેક્સિનેશન માટે યોગ્ય હોય તેઓ વેક્સિન જરૂર લે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે.

 27 ,  1