September 28, 2020
September 28, 2020

‘જબ તક દવાઈ નહીં – તબ તક ઢિલાઈ નહીં..’ : કોરોનાથી બચવા PM મોદીનો નવો મંત્ર

‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ના મંત્રને ન ભૂલવાની આપી સલાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને કોરોનાથી સાવતેચ રહેવા સલાહ આપી છે. તેમણે એક નવો મંત્ર આપતા કહ્યું,  ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં..’ વધુમાં વડાપ્રધાને ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ના મંત્રને પણ ન ભૂલવાની સલાહ આપી છે.

દેશમાં સતત વધી રહેલા કોરોનાને લઇ કહ્યું, વારંવાર કહું છું, યાદ રાખો, કૃપા કરીને મારી વાતને પણ અનુસરો. જુઓ, જ્યાં સુધી દવા નહીં, ત્યા સુધી કોઇ શિથિલતા નહીં..આ મંત્રને ભૂલવાના નથી. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઇએ.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બની તૈયાર થયેલા ઘરોના ઉદ્ઘાટન કાર્ય દરમિયાન લોકોને કોરોનાથી હમેશાં સતર્ક રહેવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દવાની વાત કરવાની સાથે સંદેશ આપ્યો છે છે કે જ્યાં સુધી વેક્સીન આવતી નથી, ત્યાં સુધી લોકો વધારે સાવધાની રાખે.

 દેશમાં કોરોના કેસ 46 લાખને પાર

દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 97,550 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં આવેલા નવા કેસના અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 24 કલાકમાં 1201 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 46,59,984 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી 36,24,196 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 77,472 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. કોરોનાનો રિકવરી રેટ 77.77 ટકા છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર