બિહારમાં બોલ્યા મોદી, ‘કોંગ્રેસ જવાનોની સાથે છે કે આતંકીઓની સાથે’

બિહારના ભાગલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રસને આડે હાથ લઇ NDA સરકારની સરાહના કરી હતી. પીએમએ કહ્યું હતું કે, NDA સરકારની નીતિ સ્પષ્ટ છે. આતંકવાદ અને નક્સલવાદને પહોંચી વળવા આપણા જવાનોને છૂટ આપી છે. તો બીજી બાજુ આ મહામિલાવટી લોકો જવાનો પાસેના વિશેષ અધિકાર હટાવવાની વાત કરે છે.

વડાપ્રધાને કહ્યું, વિરોધીઓએ દેશને જવાબ આપવો જોઈએ કે તેઓ જવાનોની સાથે છે કે આતંકીઓની સાથે. તેમણે કહ્યું, મહામિલાવટીના નેતાઓ પોતે ડરેલા છે અને બીજાને ડરાવે છે.

પીએમ મોદી ભાગલપુરમાં જનતા દળ યુનાઈટેડના નેતા અજયકુમાર મંડલના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નંદકિશોર યાદવ સહિત એનડીએના અનેક મોટા નેતાઓ મંચ પર હાજર છે.

 31 ,  3