વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બિશ્કેકમાં SCO સમિટ સિવાયની મુલાકાત કરી. જે બાદ મોદીએ સમિટ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વલાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી.
આ દરમિયાન મોદીએ અમેઠીમાં રાઈફલ મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવાના રશિયાના સમર્થન માટે પુતિનનો આભાર માન્યો. વડાપ્રધાન મોદીએ રશિયામાં મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. વાતચીત પહેલા મોદી અને પુતિન ગળે મળ્યા હતા.
The meeting with President Putin was excellent. We had wide-ranging discussions on ways to further boost the India-Russia strategic relationship.
— Narendra Modi (@narendramodi) June 13, 2019
We look forward to increased trade and people-to-people linkages with Russia. @KremlinRussia_E pic.twitter.com/shj4hEbtht
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે મારા વિજયી હોવાની ભવિષ્યવાણી પણ કરી દીધી હતી. તમારા જેવા જુના અને ધનિષ્ઠ મિત્ર સાથે મને ખુબ જ ઉર્જા મળી. હું આ વાત માટે ખુબ જ આભારી છું કે વિશ્વનું જે સૌથી મોટુ સન્માન છે, તેને આપવા માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું.
Встреча с Президентом Путиным прошла отлично. У нас была широкая дискуссия, касательно путей дальнейшего развития индийско-российских отношений.
— Narendra Modi (@narendramodi) June 13, 2019
Мы рассчитываем на увеличение торговых и межличностных связей с Россией. @KremlinRussia pic.twitter.com/hbUoTr1aQ9
પુતિને વડાપ્રધાન મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ આમંત્રણ સ્વીકાર કરી લીદો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન મોદી રશિયા જશે.
31 , 1