‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ચૂંટણી સુધી રિલીઝ નહીં થાય, ECએ લગાવી રોક

પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક પર 11 એપ્રિલે રીલિઝ નહીં થાય. ચૂંટણી પંચે મોદીની બોયોપિક પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે બાયોગ્રાફી પ્રકારની કોઈ પણ બાયોપિક જે કોઈ પણ રાજકીય એકમ કે તેના સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિના ઉદ્દેશ્યને પૂરી કરી છે, જેમાં ચૂંટણી મેદાનમાં ગડબડ કરવાની ક્ષમતા હોય, તેને સિનેમા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત ન કરવી જોઈએ.

ઘણા સમયથી વિવાદિત હતી આ ફિલ્મ પર હવે કમિશને સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું હતું કે ચૂંટણી પંચને એ નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી