મોદીની બાયોપિક ફિલ્મ ચૂંટણીઓમાં જોવા મળશે કે નહીં ?

PM મોદીની બાયોપિક હવે વિવાદમાં સપડાઈ છે. પીએેમ મોદીની બાયોપિક રિલિઝ થાય તે પહેલા તેના પર પ્રતિબંધ લાદવાની માગ ઉઠી છે. વિપક્ષે પણ બાયોપિકને લઈને વિવાદ ઉભો કર્યો છે. વિપક્ષે માગ કરી છે કે બાયોપિકની રિલિઝની તારીખ ચૂંટણી સુધી ટાળવામાં આવે. ત્યારે ચૂંટણીપંચે પણ બાયોપિકના ડિરેક્ટરને નોટિસ મોકલી છે. ચૂંટણીપંચે ડિરેક્ટરને નોટિસ મોકલીને આ મામલે જવાબ પણ માગ્યો છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે ફિલ્મમાં નરેંદ્ર મોદીનું પાત્ર ભજવ્યું છે. તો અમિત શાહની ભૂમિકા અભિનેતા મનોજ જોશી ભજવી રહ્યા છે. સાથે જ દર્શન કુમાર, બોમન ઇરાની, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેંદ્વ ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આર્ચાર્ય મનીષ પણ ફિલ્મના નિર્માતાઓમાં છે.

 96 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી