વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન, સૌરાષ્ટ્ર પર ભાજપની ખાસ રણનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે મેદાને ઊતરી રહ્યા છે. આજે 10 વાગે તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજકોટમાં ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડાપ્રધાન હેલિકોપ્ટરની મદદથી જૂનાગઢ જવા રવાના થયા હતા

જૂનાગઢમાં પીએમ મોદીએ કહ્યું, હું કામ કાજનો હિસાબ દેવા આવ્યો છું, આગલા પાંચ વર્ષનો હિસાબ દેવા આવ્યો છું. તમારા દિકરાએ આ ચોકીદારે સરકાર ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે કે ? ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો તમને ગર્વ થાય છે કે નહીં ? સબુતો સાથે કોંગ્રેસના લિડરોના ખાતે નવું કૌભાંડ જોડાયું છે. તુગલખ રોડ ચૂંટણી ગોટાળો.

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના ગુજરાતના મતદાન માટે આજે વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે પ્રચાર કરશે. ગુજરાતના ગઢ જીતવા માટે આજે પીએમ મોદી સવારે જૂનાગઢ અને બપોરે બારડોલીના સોનગઢમાં સભા સંબોધશે.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર