September 23, 2020
September 23, 2020

બિહારમાં PM મોદીએ 541 કરોડના આ 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા

ચૂંટણી પહેલા બિહારને મળી મોટી ભેટ, 541 કરોડના છે આ 7 પ્રોજેક્ટ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં શહેરની આધારભુત સંરચના સાથે જોડાયેલ સાત મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદધાટન અને શિલાન્યાસ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા. તેમાંથી ચાર યોજનાઓ જળ આપુર્તી સબંધી છે. બે યોજના, સીવીક ટ્રીટમેન્ટ માટે અને એક યોજના રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ સબંધીત છે. આ તમામ યોજનાનો ખર્ચ 541 કરોડ રૂપિયા છે.

પીએમ મોદીએ પટણા નગર નિગમ ક્ષેત્ર હેઠળના બેઉરમાં નમામિ ગંગે યોજના હેઠળ બનાવવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. તેમણે પટણા નગર નિગમ ક્ષેત્રમાં જ કરમલીચકમાં નમામિ ગંગે યોજના હેઠળ બનાવવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. 

આ બાજુ મુંગેર નગર નિગમમાં AMRUT યોજના હેઠળ મુંગેર જલાપૂર્તિ યોજનાનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો. યોજના પૂર્ણ થશે ત્યારબાદ નગર નિગમ ક્ષેત્રના રહીશોને પાઈપલાઈનના માધ્યમથી શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. આ સાથે જ પીએમ મોદીએ નગર પરિષદ જમાલપુરમાં પણ AMRUT યોજના હેઠળ જમાલપુર જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ કર્યો.

નમામિ ગંગે યોજના હેઠળ મુઝફ્ફરનગરમાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો. જે હેઠળ મુઝફ્ફરપુર શહેરના ત્રણેય ઘાટો (પૂર્વ અખાડા  ઘાટ, સીડી ઘાટ, ચંદવારા ઘાટ)નો વિકાસ કરાશે. રિવર ફ્રન્ટ પર અનેક પ્રકારની મૂળભૂત સુવિધાઓ જેમ કે શૌચાલય, ચેન્જિંગ રૂમ, વોચ ટાવર વગેરે ઉપલબ્ધ થશે. 

 117 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર