રાજ્યસભામાં અચાનક ભાવુક થઈ ગયા વડાપ્રધાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા ‘આઝાદ’ના કર્યા વખાણ

આતંકી ઘટના પછી આવેલા ફોન કોલનો ઉલ્લેખ કર્યો, આંખોમાં આવી ગયા આંસુ

વડાપ્રધાન મોદીએ આજે ફરી એકવાર રાજ્યસભાને સંબોધન કર્યું. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા. 

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને વિદાય આપતી વખતે પ્રવચન આપતી વખતે મોદી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે બનેલી એક ઘટનાને યાદ કરીને રડી પડ્યા હતા. ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

જમ્મુ અને કાશ્મીરમાં એ વખતે થયેલા આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને પોતે પણ રડી પડ્યા હતા. મોદી વારંવાર ભાવુક થઈને રડતા રહ્યા હતા ને વચ્ચે વચ્ચે બોલી પણ નહોતા શકતા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ગુલામ નબી આઝાદે તેમને ત્રણ વાર ફોન કરીને મિત્રના રૂપમાં પોતાના તરફ અને ગુજરાતીઓ તરફ બતાવેલી લાગણીને પોતે કદી નહીં ભૂલી શકે એવું તેમણે કહ્યું હતું.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર