સાસારામમાં વિપક્ષ પર વરસ્યા PM મોદી, કોંગ્રેસ – લાલુ પરિવાર પર કર્યા આકરા પ્રહારો, Video

એક સારી ખાસિયત બિહારના લોકોમાં, કોઇ કન્ફ્યૂઝન કે ભ્રમમાં રહેતા નથી : PM મોદી

બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર પ્રવાસે છે. બિહારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જગ્યાઓએ સંબોધન કરવાના છે. તેમાંથી સાસારામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર કોંગ્રેસ તેમજ લાલુ પરિવારને આડે લઇ આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેઓને સત્તામાંથી બેદખલ થયા ત્યારે બોખલાઈ ગયા. દસ વર્ષથી યુપીએ સરકારનો ભાગ હોવાને કારણે આરજેડીએ બિહારની જનતા માટે કંઇ કર્યું નથી. આરજેડીએ નીતિશ જીનાં 10 વર્ષોનો વ્યર્થ કર્યા, 18 મહિનાની સરકારમાં અનેક ખેલ કર્યા. નીતિશજી જ્યારે આ સમજી ગયા ત્યારે તેમણે સત્તા છોડવાનો નિર્ણય લેવો પડ્યો અને બિહારના ભાવિ માટે, અમે ફરીથી નીતીશજી સાથે આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું  સૌથી પહેલા તો હું બિહારના લોકોને બે વાત માટે શુભેચ્છા પાઠવવા માંગુ છું. પહેલી એ વાત કે બિહારના લોકો આટલી મોટી આફતનો ડટીને મુકાબલો કરી રહ્યા છે. આજે બિહાર કોરોનાનો મુકાબલો કરીને બધી સાવધાનીઓ વર્તીને લોકતંત્રના પર્વને ઉજવી રહ્યું છે. બીજી શુભેચ્છા એ આપવા માંગુ છે કે ચૂંટણીના આટલા દિવસો પહેલા જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ સંભળાવી દીધો છે. મે બિહારના અનેક લોકો સાથે નજીકથી કામ કર્યું છે. તેમની પાસેથી ઘણું શીખ્યો છું. એક વાત જે બિહારના લોકોની મને ખુબ સારી લાગે છે તે છે તેમની સ્પષ્ટતા. તેઓ કન્ફ્યૂઝનમાં રહેતા નથી, કોઈ ભ્રમમાં રહેતા નથી. 

તેમણે કહ્યું કે બિહારના લોકોએ મન બનાવી લીધુ છે, નક્કી કરી લીધુ છે કે જેમનો ઈતિહાસ બિહારને બીમારું બનાવવાનો છે તેમને આસપાસ પણ નહીં ફટકવા દઈએ. બિહારના લોકો ભૂલી ન શકે કે જ્યારે સૂરજ ઢળવાનો મતલબ થતો હતો કે બધુ બંધ થઈ જવું, ઠપ્પ થઈ જવું. આજે વીજળી છે, રસ્તા છે,  લાઈટો છે, અને સૌથી મોટું તો એ માહોલ છે જેમાં રાજ્યના સામાન્ય નાગરિક ડર્યા વગર રહી શકે છે. જીવી શકે છે. 

ભાષણ દરમિયાન વડાપ્રધાને રામવિલાસ પાસવાન અને બાબુ રઘુવંશ પ્રસાદજીને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, બિહારે પોતાના 2 સપૂતોને ગુમાવ્યા છે. દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ. બાબુ રઘુવંશ પ્રસાદજી પણ આપણી વચ્ચે નથી. તેમને પણ શ્રદ્ધાંજલિ. આજે રોહતાસની સાથે સાથે આકપાસના અન્ય જિલ્લાઓના સાથીઓ પણ આવ્યા છે. ટેક્નોલોજીના માધ્યમથી ઘણા સાથી અને એનડીએના ઉમેદવાર જોડાયા છે. હું તમારા બધાનું અભિવાદન કરું છું. 

ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન માટે વિવિધ પાર્ટીઓના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક ચૂંટણી રેલીઓ કરવામાં આવી રહી છે. પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારમાં હવે ફક્ત પાંચ દિવસ જ બાકી રહ્યા છે. દરેક દળના નેતા એક દિવસમાં ધણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગયા અને ભાગલપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધન કરવાના છે. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બિહારના હિસુઆ અને ભાગલપુરના કહલગામમાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ગઇકાલે ભાજપે પણ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર