ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વહેલી સવારે 3: 45 વાગ્યા આસપાસ ફાન્સ, સંયુક્ત અરબ અમિરાત અને બહરિનનો પ્રવાસ કરીને પરત ફર્યા છે. આજે તેઓ પૂર્વ નાણા મંત્રી સ્વ. અરૂણ જેટલીનાં પરિવારજનોને મળી સાંત્વના અને શ્રદ્ધાંજલિ આપે તેવી શક્યતા છે.
ફ્રાન્સના બિયારિત્ઝમાં 45મી જી-7 સમિટના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે દુનિયાના 15 નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. સમિટના એક સેશનને પણ સંબોધ્યું હતું. અગાઉ મોદીના સમિટમાં પહોંચવા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંનું સ્વાગત કર્યુ હતું.
47 , 1