જાપાનના શહેર ઓસાકામાં બે દિવસની જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંજો આબે વચ્ચે સમિટ સિવાય ત્રિપક્ષીય બેઠક થઈ હતી. ત્યારપછી ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વીપક્ષીય વાતચીત પણ થઈ હતી.
ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ અને મજબૂત થયા છે. તેમણે કહ્યું કે, ભારતનો મંત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ.
The talks with @POTUS were wide ranging. We discussed ways to leverage the power of technology, improve defence and security ties as well as issues relating to trade.
— Narendra Modi (@narendramodi) June 28, 2019
India stands committed to further deepen economic and cultural relations with USA. @realDonaldTrump pic.twitter.com/tdJ8WbnA7n
આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે અમે સારા મિત્ર છીએ અને મળીને કામ કરી શકીએ છીએ. હું આ વિશ્વાસ સાથે કહી શકું છું. અમે મિલિટ્રી સહિત અનેક પાસાઓ પર કામ કરીશું, અમે આજે વેપાર પર ચર્ચા કરીશું.
Today’s meeting of the JAI Trilateral was a productive one. We had extensive discussions on the Indo-Pacific region, improving connectivity and infrastructure development.
— Narendra Modi (@narendramodi) June 28, 2019
Grateful to PM @AbeShinzo and President @realDonaldTrump for sharing their views as well. pic.twitter.com/FruUecBySB
પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ ‘જય’ (JAI) થાય છે. તેમણે કહ્યું કે, ભારત, જાપાન અને અમેરિકાની મિત્રતાએ દુશ્મનોના હોશ ઉડાવી દીધા છે. આ ત્રણેય દેશ લોકતંત્રના પ્રતિ સમર્પિત છે.
22 , 1