રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે છ : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સીનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠક પછી PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનની સ્થિતિ અને ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે, તેમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું.
PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી. RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાના હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સીજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સીનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
Situation in #India is better than most other countries in terms of recovery rate and fatality rate. Efforts are on to make medical colleges and district hospitals self-sufficient in terms of oxygen generation: PM @narendramodi 1/3
— PIB India (@PIB_India) November 24, 2020
Read: https://t.co/yPDl5o40RH pic.twitter.com/EmP8qn7R4i
વધુમાં કહ્યું, ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સીનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી. જે વેક્સીન બનાવનાર છે, કોર્પોરેટ વર્લ્ડની પણ કોમ્પીટીશન છે. અમે ઈન્ડિયન ડેવલપર્સ અને અન્ય મેન્યુફક્ચરર્સ સાથે કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાને કહ્યું, વેક્સીન આવ્યા પછી એ પ્રાથમિકતા છે કે તે તમામ લોકો સુધી પહોંચે. અભિયાન મોટું હશે તો લાંબુ ચાલશે. આપણે એક થઈને ટીમ તરીકે કામ કરવું પડશે. વેક્સીનને લઈને બારત પાસે જેવો અનુભવ છે, તે મોટા મોટા દેશો પાસે નથી. ભારત જે પણ વેક્સીન આપશે તે વૈજ્ઞાનિક રીતે યોગ્ય હશે. વેક્સીન ડિસ્ટ્રીબ્યુશન રાજ્યો સાથે મળીને કરાશે, છતાં પણ આ નિર્ણય અમે સાથે મળીને કરીશું.
મોદીએ કહ્યું કે એક સમયે અજાણી તાકાત સામે લડવાનો પડકાર હતો. દેશના સંગઠિત પ્રયાસોએ તેનો સામનો કર્યો. નુકસાન ઓછામાં ઓછું થયું. રિકવરી અને ફેટેલિટી રેટમાં ભારત સારી સ્થિતિમાં છે. ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. PM કેરના માધ્યમથી ઓક્સીનજ અને વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવાની વાતને ભાર અપાઈ રહ્યો છે.
74 , 1