પાકિસ્તાન સરહદ નજીક મોદીનો લલકાર – આતંકના આકાઓને ઘરમાં ઘુસીને મારે છે ભારત

 કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર છે. તેમણે કહ્યું હતું કે સરહદની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી કે કોઈ કાવતરું કરવાનો પ્રયાસ કર્યો તો પ્રચંડ જવાબ મળશે.

જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા પ્રધાનમંત્રી મોદીએ વિસ્તારવાદી શક્તિઓથી વિશે વાત કરી હતી.વિસ્તારવાદ 18મી સદીના વિચાર છે.આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને આનાથી આખી દુનિયા હેરાન થઈ રહી છે.2014માં પ્રધાનમંત્રી બન્યા પછી મોદી ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે ઉજવણી કરી ચૂક્યા છે.

અહીં જવાનોને સંબોધતાં પ્રધાનમંત્રી કહ્યું હતું કે તમે બરફની ચાદરથી ઢંકાયેલા પર્વતો અથવા રણમાં ખડપગે રહો છો, મારી દિવાળી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે હું આપ સૌની વચ્ચે આવું. તમારા ચહેરા પર ખુશી જોઈને જ મારો આનંદ બમણો થઈ જાય છે.

પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે તમે છો તો દેશ છે. દેશના આ તહેવાર છે. પીએમે કહ્યું કે, હું તમારી વચ્ચે દરેક ભારતવાસીની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ભારતવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠ નાગરિકના આશીષ લઈને આવ્યો છું.

2018માં ભારત-ચીનની સરહદ નજીક સેના અને આઈટીબીપીના જવાનો સાથે દિપાવલી ઉજવી હતી જયારે 2019માં હર્ષિલમાં જવાનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખતા વડાપ્રધાન પાકિસ્તાન સરહદે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી સેનાના જવાનોનો ઉત્સાહ વધારશે.

પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર