વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ આપ્યું રાજીનામું

અંગત કારણોસર પી.કે સિન્હાએ આપ્યું રાજીનામું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પી.કે. સિન્હાએ અંગત કારણો જણાવીને મંગળવારે અચાનક રાજીનામું આપ્યું હતું. રાજીનામામાં તેમણે ગઈકાલથી તેને અમલી જાહેર કર્યો છે. કેબિનેટ સચિવના પદ પરથી નિવૃત્ત થયા પછી, તેઓને વડાપ્રધાનના મુખ્ય સલાહકાર પદે નિમવામાં આવ્યા હતા.સિન્હાને 11 સપ્ટેમ્બર 2019 ના રોજ વડાપ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર તરીકે નિમવામાં આવ્યા હતા.

સિન્હાએ 13 જૂન, 2015 થી 30 ઓગસ્ટ, 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 1977 બેચના ઉત્તર પ્રદેશ કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી રહી ચૂક્યા છે. સિંહા તેમની કારકિર્દી દરમિયાન, પાવર અને શિપિંગ મંત્રાલયોમાં સચિવ તરીકે ફરજ બજાવી છે. તેમણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

 63 ,  1