પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી ૨૨ ઓગસ્ટ સુધી વધારાઇ..

પંજાબ નેશનલ બેંકને 13 હજાર કરોડનો ચુનો લગાડનાર વોન્ટેડ ભાગેડુ હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદીને ૨૨ ઓગસ્ટ સુધી બ્રિટનની કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટે નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી ૨૨ ઓગસ્ટ સુધી વધારવાના આદેશ આપ્યો હતો.

બ્રિટનની કોર્ટમાં નિરવ મોદીની અનેક વખત જામીન અરજી ફગાવવામાં આવી છે. ગયા મહિને બ્રિટનની હાઇકોર્ટે પણ નિરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી.નિરવ મોદીની જામીન અરજી ફગાવતા જજે જણાવ્યું હતું કે એવા ઘણા પુરાવાઓે છે જેના પરથી સાબિત થાય છે કે જો એક વખત તેને જામીન આપવામાં આવશે તે આત્મસમર્પણ નહીં કરે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી