પોલમપોલ! : અમદાવાદમાં માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂકાયા

કોરોનાથી 3 હજારના મોત, સાચા આંકડાને લઈને અનેક સવાલો ઉઠ્યા

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીની પ્રથમ લહેર અને બીજી લહેરમાં પરિવારોએ ઘરનું ગુજરાન ચલાવનાર સ્વજનો ગુમાવ્યા છે જેને પગલે કોરોનામાં મૃત્યું પામેલા મૃતકોના પરિજનો માટે થોડી રાહત મળે તે હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં અમદાવાદ, રાજકોટ, સુરતમાં ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યા છે. અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે, રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે જ્યારે એક જ દિવસમાં રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે જેને લઈ કોરોના મૃતકોનાં સાચા આંકડાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે સરકારની જાહેરાત કરી હતી જે બાદ હવે ફોર્મ ભરવાની શરૂ કરવામાં આવી છે આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે.. આ માટે મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે.

કોરોના કારણે મુત્યુ પામનાર મૃતકોના સ્વજનોને સહાય મળે માટે કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ ફોર્મ ભરવાની તારીખ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની જાહેરત કે વ્યવસ્થા ન હોવાના લીધે લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જો કે હવે સહય માટેના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયારી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે, કોરોના સહાય માટે સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના હોવું જરૂરી છે અને કોરોનાથી થયું છે કે નહીં તેના પર ખરાઈ બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી