ચૂંટણી પહેલા પોલીસની કાર્યવાહી- 3396 હથિયાર જમા લીધા, 8658 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

2656 નાસતા ફરતા આરોપીમાંથી 126 જ પકડાયા, ચૂંટણી સુધી પોલીસ કાર્યવાહી ચાલુ રહેશે

બે દિવસના સેમિનારમાં પોલીસને વિવિધ મુદ્દે ટ્રેનિંગ આપવામાં આવી

કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલાં જ પોલીસે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરમાં પોલીસને ટ્રેનિંગ આપવા બે દિવસનો સેમિનાર યોજવામાંઆવ્યો હતો. જેમાં પોલીસને વિવિધ મુદ્દે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જ્યારે શહેર પોલીસે ચૂંટણી ને લઈને પરવાના વાળા 5129 હથિયારમાંથી 3396 હથિયાર જમા લીધા છે. 24 પરવાના રદ્દ કરી બાકી 1481 હથિયાર જમા લેવાની કામગીરી ચાલુ છે. જ્યારે 87 પેરોલ જમ્પ આરોપીઓમાંથી માત્ર 7ને જ શોધી કઢાયા જ્યારે 2656 નાસતા ફરતા આરોપીમાંથી માત્ર 126 ને જ પોલીસ શોધી શકી છે.

કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસની શું ફરજ છે અને કઈ રીતે તેનો પાલન કરવું તે માટે બે દિવસ નું ટ્રેનિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ હાજરી આપી છે. 9 ફ્રેબુઆરીના રોજ ટ્રાફિક પોલીસથી આ ટ્રેઇનિંગ શરૂ કરાઇ હતી. ત્યારબાદ શહેર પોલીસના તમામ પીઆઇ, એસીપી, ડીસીપી, જેસીપી કક્ષાના અધિકારીઓને ટ્રેનિંગ અપાઈ હતી. જેમાં કેવી ફરજ અધિકારીઓની રહેશે, પોતાના કાર્યક્ષેત્રમાં શું ધ્યાન રાખવું તે બાબતે 500થી વધુ અધિકારીઓને સમજ અપાઈ હતી.

આ ટ્રેનિગમાં ચૂંટણી ની સાથે પોલીસ ને અવેરનેસ ની સાથો સાથ ફિટનેસ અને અન્ય મુદ્દાઓ જેમ કે સંયમ રાખવો અને કઈ રીતે તમે ફિટ રહેશો તો કામ કરી શકશો તે માટે આ સેમિનાર કરવામાં આવ્યો. સેમિનારમાં ખાસ કરીને દેશ ના અલગ અલગ સ્પીકરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી અને જેમાં ડૉક્ટર સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

ત્યારે ચૂંટણી લગતી શહેર પોલીસે તડીપાર, વોન્ટેડ, અસામાજિક તત્વો કે જે ચૂંટણીમાં વિક્ષેપ પહોંચાડે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છે. પોલીસે આ દિવસોમાં એટલે કે 23 જાન્યુઆરી થી 10 ફેબ્રુઆરી સુધીમાં પરવાના વાળા 5129 હથિયારમાંથી 3396 હથિયાર જમા લીધા જ્યારે 4 હથિયાર જપ્ત કરી 24 રદ્દ કર્યા છે. 1481 હથિયાર જમા લેવાના બાકી હોવાથી તેની કામગીરી પણ ચાલુ છે. જ્યારે 87 પેરોલ જમ્પ આરોપીઓમાંથી 7 ને જ શોધી શકાયા અને નાસતા ફરતા 2656 આરોપીઓમાંથી 126 સામે પગલાં લેવાયા છે. બીજીતરફ 8658 જેટલા શખશો સામે અટકાયતી પગલાં લેવાયા છે.

ચૂંટણી દરમિયાન પોલીસ પાસે શુ સત્તા છે અને કઈ રીતે કાર્યવાહી કરી શકે છે તે માટે જ આ ટ્રેનિગ યોજાઈ હતી. ત્યારે આગામી દિવસોમાં હજુય બાકી કામગીરી પુરી કરવાનો પણ આદેશ અપાયો હતો. બીજી તરફ શહેરભરમાં 44 ચેકપોસ્ટ ઉભી કરાઇ છે જેમાં 61, 962 વાહનો ચેક કરી 6 વાહનોમાંથી વાંધા જનક વસ્તુઓ મળી આવતા તે બાબતે પાંચ ગુના નોંધ્યા છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર