અમદાવાદ : દિવાળીના તહેવારમાં પોલીસ એલર્ટ, ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ

છેડતીના બનાવો અટકાવવા માટે પોલીસ ખાનગી ડ્રેસમાં રાખશે વોચ 

દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ કરાઇ છે. 550 કર્મચારીઓ દિવાળીમાં ખડેપગે રહેશે. ફટાકડા ફોડવાના ઉત્સાહમાં આગના કારણે દુર્ઘટના ન થાય તે માટે અમદાવાદ ફાયરવિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.આગામી 15 દિવસ સુધી ફાયરવિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.

ભીડ વાળી જગ્યા પર SRP અને હોમગાર્ડના જવાનોનો રહેશે તૈનાત

અમદાવાદમાં કોરોના કાળની વચ્ચે દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ થઈ રહી છે. તે ઉપરાંત તહેવારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર SRP અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. છેડતીના બનાવો અટકાવવા માટે પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખી રહી છે. તહેવારના દિવસોમાં ચોરી અટકાવવા પોલીસે બંધ મકાન- દુકાનમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવશે.

મોડી રાત સુધી બજારો ખુલ્લી રહેશે.

ડીસીપી હર્ષદ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં પ્રદૂષણ મુદ્દે પેસો કંપની ગ્રીન મંજુરી વાળા ફટાકડા ઓછો અવાજ અને ઓછા પ્રદૂષણ વાળા હોવાની માન્યતા હોવાથી તેને ફોડવાની સૂચના આપવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે શહેરમાં મોડી રાત સુધી બજારો ખુલ્લી રહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે પેસો કંપની દ્વારા માન્ય ફટાકડા ફોડી શકાશે. જો અન્ય ફટાકડાનું વેચાણ થશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.

 138 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર