અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનના સંકુલમાં પોલીસ અને પ્રજાએ એકત્ર બની કર્યું રક્તદાન

ઝોન-5 ના DCP અચલ ત્યાગી વિશેષ હાજર રહીને જવાનો અને રકતદાતાઓનો વધાર્યો ઉત્સાહ

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન સકુંલમા યોજાયો રક્તદાન કેમ્પ. પોલીસકર્મીઓ ઉત્સાહભેર કર્યું રક્તદાન. પ્રજાની રક્ષા માટે સજ્જ રહેતી પોલીસ પણ સેવાકીય કાર્ય દ્વારા પોતાનો સામાજિક ધર્મ પણ નિભાવે છે. રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પોલીસકર્મીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જેમાં શહેરીજનો પણ જોડાયા હતા.

થેલેસિમીયાના દદીઁ ઓને મોટી સંખ્યામાં જરુરી રક્ત સમયસર આવા દદીઁઓને પહોંચાડી શકાય તે માટે પોલિસ જવાનો સાથે શહેરીજનોને મોટી સંખ્યામા રક્તદાન માટે આગળ આવવા ખોખરા પોલીસ ઈન્સપેકટર વાય એસ ગામિત એ કરેલ અપીલને ધ્યાનમાં લઈને નાગરિકો મોટી સંખ્યામા આગળ આવ્યા હતા.

આ પસંગે ઝોન-૫ ના DCP અચલ ત્યાગી પણ વિશેષ હાજર રહ્યી ને પોલિસ જવાનો અને રકતદાતાઓનો ઉત્સાહ વધાયોઁ હતો. ખોખરા પોલીસ જવાનો અને તેમના પરિજનોઓએ મોટી સંખ્યામા રક્તદાન કરવા આગળ આવ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું તે ખરેખર એક ઉમદા સેવાકીય કાર્ય કરી બતાવ્યું છે તેવું વાય એસ ગામિત, ખોખરા પોલીસ ઈન્સપેકટરએ જણાવ્યું હતું.

 51 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી