પ્રાંતિજના ઉંછા ફાર્મ હાઉસમાંથી પેપર લીક મામલે પોલીસે તપાસ હાથ ધરી

ગૌણસેવા પસંદગી પેપર મામલો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ઉંછા ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપર થી ગૌણસેવા પસંદગી ના પેપર લીક મામલે જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલિસ દ્રારા રાત્રી ના સમયે ફોર્મ હાઉસ ઉપર તપાસ હાથ ધરવામા આવી પોલીસે ફાર્મ હાઉસ માલિકો ની પુછપરછ કરી તપાસ અર્થૈ ડીવીઆર લઈ ગયા.

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્રારા લેવાયેતી લેખિત પરીક્ષાઓમા અવારનવર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે રવિવારના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવાયી હતી જે પરીક્ષાનું પેપર લીક અંગે ગાંધીનગર ખાતે યુવરાજ સિંહ જાડેજા દ્રારા સચિવને આક્ષેપોની સાથે પેપર સોલ્વ કરાયાના હોવાના પુરાવા સાથે રજુ કરતા ફરી ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલી લેખિત પરીક્ષા ચર્ચાસ્પદ બની છે તો પેપર લીક મામલે પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા જેમા પ્રાંતિજ તાલુકાના ઉંછા ખાતે આવેલ એક ફાર્મ હાઉસથી ૭૨ જેટલા લોકો સુધી પેપર લીકની જાહેરાતથી ખળભળાટ મચી ગઈ હતી.

સોમવારની રાત્રીના સમયે સ્થાનિક પોલિસ તથા જીલ્લા એસઓજી દ્રારા ઉંછા ગામના પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસમા તપાસ હાથ ધરવામા આવી હતી તો પોલીસ દ્વારા ફોર્મ હાઉસ માલિક ર્ડા. નિતિન ભાઇ પટેલ અને તેમના નાના ભાઇ રાજુ ભાઇ પટેલની પણ પુછપરછ કરી હતી તો પુછપરછ બાદ આજુબાજુમા આવેલ ફોર્મ હાઉસમા પણ તપાસ કરવામા આવી હતી. સીસીટીવી કેમેરાથી સજ્જ ફોર્મ હાઉસનુ ડીવીઆર પણ ચેક કરવામા આવ્યુ હતુ તો સ્થાનિક પોલિસ દ્રારા વધુ તપાસ અર્થે ડીવીઆર સાથે લઈ ગઈ હતી. સાબરકાંઠા જિલ્લા માંથી પેપર લીક થઈ ૭૨ લોકો સુધી પોહચ્યુ અને ૬ લાખ થી ૧૨ લાખ સુધીમા વેચાય થયુ હોવાનો દાવો કરવામા આવ્યો હતો તો પેપર લીક થતા લાખ્ખો મહેનતુ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો સાબરકાંઠાના પ્રાંતિજ માંથી જ પેપર લીક થતા હાલતો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલિસ દોડતી થઇ હતી અને રાત્રીના સમયે આક્ષેપ વાળી જગ્યા ઉંછા ફાર્મ હાઉસ ખાતે દોડી આવી તપાસ હાથધરી હતી. ઉછા ગામ સહિત આજુ બાજુના ગામજનોને પણ આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા રાત્રીના સમયે ફાર્મ હાઉસ ઉપર દોડી આવ્યા હતા ત્યારે હાલતો જિલ્લા એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્રારા આક્ષેપી જગ્યા સહિત આજુબાજુમા પણ તપાસ હાથ ધરી હતી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી