September 18, 2020
September 18, 2020

‘જીગલી’ ફેમ ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા

ધવલ દોમડિયા સહિત પાંચ લોકોની અટકાયત કરી પોલીસે 1.15 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વે લાખો રૃપિયાનો જુગાર રમતો હોય છે. પોલીસ વિભાગ જુગારીઓ પર ચાંપતી નજર  રાખતા હોય છે પરંતુ જુગારીઓ જુગાર રમવાનું એકેય મોકો ચૂકતા નથી. પોલીસને જન્માષ્ટમીના પર્વ જુગાર ન રમાય તેની સૂચના આપવામાં આવી હતી.

ત્યારે આજે જુનાગઢ, જામનગર અને કચ્છમાં જુગાર રમતા શકુનીઓ પકડાયા છે. જેમાં જુનાગઢના જુગારધામમાં યુટ્યુબર ધવલ દોમડિયા જુગાર રમતા પકડાયો છે. 

જુનાગઢ LCBને શહેરના મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રહેણાંક મકાનમા દરોડા પાડ્યા હતા. જેમા પોલીસે ‘જીગલી’ તરીકે પ્રખ્યાત યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ – ધવલ જયેન્દ્રભાઈ દોમડિયા (ઉં.વ.24), કમલેશ હરસુખભાઈ ટાંક (ઉં.વ.32), નંદન બકુલભાઈ પંડ્યા (ઉં.વ.24), ધવલ દેવશીભાઈ ભેડા (ઉં.વ.24), જીગર હિમાંશુભાઈ કેલૈયા (ઉં.વ.24). LCBએ રોકડ મોબાઈલ અને વાહનો સહિત 1.15 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર