ગાડીમાં રેપ કરતી ગેંગનો પર્દાફાશ, 50થી વધુ છોકરીઓ સાથે કર્યા રેપ

તમિલનાડુના કોઈમ્બતુર જીલ્લામાં એક ગેંગનો ખુલાસો થયો છે જે ખાલીખમ રસ્તાઓ પર છોકરીઓને ગાડીમાં ખેંચીને તેમની સાથે રેપ કરે છે, પછી તેમનો વીડિયો બનાવે છે. અત્યાર સુધીમાં આ ગેંગે 50થી વધુ છોકરીઓને નિશાના બનાવ્યા છે. આ ગેંગનો ખુલાસો ત્યારે થયો જયારે એક 19 વર્ષની વિધાર્થી આ ગેંગનો શિકાર બની હતી.

12 ફેબ્રુઆરીએ પોલાચીમાં એક વિવાદ સામે આવ્યો છે. આમાં 4 યુવકોએ એક વિધાર્થીનીને કારમાં ખેંચીને તેનો રેપ કર્યો અને વીડિયો બનાવ્યો હતો. જયારે આ કેસની તપાસ કરવામાં આવી તો હેરાન કરે તેવી સચ્ચાઈ સામે આવી. આ ગેંગ અત્યાર સુધીમાં 50 છોકરીઓને પોતાનો શિકાર બનાવી ચુક્યા છે.

એક વિવાદમાં તપાસ કરતા પકડમાં આવેલા એક યુવકે ખુલાસો કર્યો કે તેઓ અત્યાર સુધીમાં આવી રીતે 50 ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે. યુવકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને તેમના ઉપર ગુંડા એક્ટ તરીકે પણ કાર્યવાહી કરવામાં આવી. હવે આ કેસ CB-CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

પોલીસના અનુસાર, 19 વર્ષની વિધાર્થીનીને છોકરાઓએ ગાડીમાં તેમનો રેપ કર્યો છે. 12 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં યુવકોએ વિધાર્થીનીના કપડા ફાડવાથી લઈને તેનો રેપ કર્યા સુધીનો વીડિયો બનાવ્યો છે. તેના ગળામાં રહેલી સોનાની ચેન પણ ખેંચી લીધી હતી.

વિધાર્થીનીની ફરિયાદ પછી પોલાચી પોલીસે કેસ નોંધ્યો હતો. આ કેસ મીડિયા સામે આવ્યો તો પોલીસે પણ ઝડપથી કાર્યવાહી શરુ કરી હતી. પોલાચી ઇસ્ટ પોલીસે 4 છોકરાઓની ધરપકડ પણ કરી હતી. આ સિવાય આ નેટવર્ક સાથે સંકળાયેલા બીજા 4 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસની તપાસમાં આ ગેંગ પાસેથી હેરાન કરે તેવા ખુલાસાઓ પણ સામે આવે તેવી જાણકારીઓ મળી રહી છે.

 40 ,  3