વેપારીઓને ઠગતા સગા ભાઇ-બહેનની રખિયાલ પોલીસે કરી ધરપકડ

ઈન્દોરથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી વેપારીઓ પાસે લૂંટ ચલાવતા

અમદાવાદમાં બાયો ડિઝલ આપવાના બહાને વેપારીઓને લૂંટતા સગા ભાઈ બહેનને રખિયાલ પોલીસે ઈન્દોરથી ઝડપી પાડ્યા છે. ઈન્દોરથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી બાયો ડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતા હતા.આ મામલે રખિયાલ પોલીસે બે ભાઇ બહેનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

વિગત મુજબ, ઇન્દોરથી ગેરકાયદે કોલસેન્ટર ચલાવી વેપારીઓને ઠગતા નીરજ તિવારી અને રીટા તિવારી બન્ને ભાઇ-બહેન ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. આરોપીઓ બાયો ડીઝલનો જથ્થો સસ્તા ભાવે આપવાના બહાને ઠગાઇ આચરતા હતાં. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલ આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતી હતી. બાયો ડિઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ના જાય તે માટે બાયો ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વીડિયો પણ મોકલવામાં આવતો હતો.

આરોપી દ્રારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલની કંપની સરનામું લખ્યું હતું. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયો ડીઝલની ખરીદી કરવા તૈયાર થઈ જાય. રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગરના વેપારી સાથે 46 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસ ઇન્દોર બોગસ કોલ સેન્ટરના તાર મળ્યા અને પોલીસે બે આરોપી ધરપકડ કરી હતી.

જ્યારે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલ બન્ને બાઇ બહેન આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા તેમના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે. હાલ આ મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 75 ,  1