પોલીસ બની માનવતાની મિશાલ..

સામાન્ય રીતે સમાજમાં પોલીસની છબી સમાજમાં ખરડાયેલી જોવા મળે છે.પરંતુ વલસાડમાં પોલીસે પોતાના માનવીય અને સંવેદનશીલ ચહેરાનો પરિચય કરાવ્યો છે.

તારીખ 15મી જૂનના રોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મજૂરી કામ કરતા ગરીબ માતા-પિતા પોતાની બાળકીને લઈ સારવાર માટે આવ્યા હતા.આ નવજાત બાળકીને વધુ સમય સુધી હોસ્પિટલમાં રાખવી પડશે એવું તબીબોએ જણાવ્યું હતું. આથી સારવારનો મોટો ખર્ચ આવશે તેવું નવજાત બાળકીના માતા-પિતાને લાગતા તેઓ એક મહિના અગાઉ બાળકીને હોસ્પિટલમાં જ છોડી નીકળી ગયા હતા.

જો કે આ ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસ બાળકીના માતા-પિતાને શોધવા કામે લાગી ગઈ હતી. માતા-પિતા વિહોણી નવજાત બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં પણ ખાસ વ્યવસ્થા કરી હતી.

જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે માત્ર બાળકીના પિતાના ફક્ત નામના આધારે જ બાળકીના માતા-પિતા સુધી પહોંચી હતી અને મધ્યપ્રદેશથી બાળકીના માતા- પિતાને શોધી કાઢ્યા હતા અને વલસાડ બોલાવી બાળકી સાથે મિલન કરાવ્યું હતું.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી