ગૃહમંત્રીની મુલાકાત પહેલા વડોદરામાં પોલીસનો સપાટો

માદક પદાર્થ સાથે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ

એક તરફ મુંબઈમાં ક્રૂઝ ડ્રગ કેસની તપાસ ચાલી રહી છે જ્યારે બીજી તરફ દેશભરમાં પોલીસ તંત્ર ડ્રગ્સનાં મામલે સભાન થઈ ગયું છે અને બમણા જોરથી કાર્યવાહી કરી રહ્યું છે. આવી જ એક પોલીસ તંત્રની ડ્રગ્સ સામેની સ્પેશિયલ ડ્રાઇવમાં સંસ્કારી નગરીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.

ગુજરાતનાં સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેર વડોદરા માંથી ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવેલી એક સ્પેશ્યલ ડ્રાઈવમાં આ જથ્થો ઝડપાયો હતો અને સાથે સંબંધિત વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

સંસ્કારી નગરી વડોદરાનાં જ હરણીના માણેકપાર્ક થી 3.70 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો હતો. સાથે આ રિક્ષાચાલક પોતે વેચાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ શંકા ઊપજી હતી જો કે તપાસ હજુ ચાલી રહી હોવાથી અગાઉથી કોઈ અટકળો કરવી બરાબર નથી. ટૂંક સમયમાં બીજા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

વડોદરાનાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાથી 140 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઇ હતી અને આ સિવાય સંજયનગર થી 84 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રીના આગમન પહેલા પોલીસ એક્શનમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાત લેવાના છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી