નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે ઘડ્યો પ્લાન..

છેડતી કરતા રોમિયોની ખેર નથી, સુરક્ષા માટે ખાસ શી’ ‘ટીમ તૈનાત

ચાલુ વર્ષે રાજ્ય સરકારે શેરી, સોસાયટી, ફ્લેટમાં અમુક નિયંત્રણો અને કોરોનાની ગાઇડલાઇનના કડક પાલનની શરતે રાસ-ગરબા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે નવરાત્રીને લઇ પોલીસ એક્શનમાં આવી છે. સાથે કોરોના ગાઇડલાઇનના પાલનની જવાબદારીને લઇ પણ તખ્તો તૈયાર કર્યો છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.

કોરોના ઓસરતા સરકારે શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મજૂરી આપી છે. જ્યારે નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે.. ઉપરાંત નવરાત્રી માં મહિલા ઓની સુરક્ષા ને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટિમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે.

રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે…

મહિલા પોલીસ દ્વારા શહેર માં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. અને આ તમામ જગ્યા એ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. જો કે જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરિ કરતા રોમિયોને પાઠ ભણાવશે.

તો બીજી તરફ પોલીસની પણ યુવતીઓને અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરીવાર ના સભ્યો ને આપવી. જો કે જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈક તકલીફ પડે તરત જ 100 નબર પોલીસ કન્ટ્રોલ જાણ કરવી..નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે.

શેરી ગરબાના આયોજકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના

રાજ્ય સરકારે નવરાત્રી યોજવા માટે મંજૂરી આપ્યા બાદ ગયા અઠવાડિયે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં રાસ-ગરબાના સ્થળે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી, જેમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાની સૂચના આપી હતી, જેને ધ્યાને રાખીને પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મીટિંગો યોજી હતી. જેમાં ગરબામાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ રસીના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી