સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટર..

વોન્ટેડ મુન્નો અને તેના દિકરા મદીનનું પોલીસ ફાયરિંગમાં મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી તાલુકાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજસીટોકના આરોપી વોન્ટેડ મુન્નો અને તેનો પુત્ર મદીન ઠાર મરાયા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ બંને મૃતક ગુજસીટોકના આરોપી હતા. જેથી બંને આરોપીઓને પકડવા જતી પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બાપ-દીકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા બંનેને ઠાર મરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર માલવણ નજીક ગેડિયા ગામે પોલીસે પકડવા જતાં બંને આરોપીઓએ તેમના રર હુમલો કરીને ભાગી રહ્યા હતા. જેના કારણે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં વોન્ટેડ મુન્નો અને તેનો પુત્ર મદીનનું મોત થયું છે. બનાવને પગલે LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ અથડામણમાં બે લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બંને આરોપી પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેમી ઓળખ વોન્ટેડ મુન્નો ઉર્ફે હનિફખાન અને તેના પુત્ર મદીન તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને આરોપીઓ સામે અલગ-અલગ પ્રકારના 72 જેટલા ગંભીર ગુના નોંધાયા છે. અહેવાલો અનુસાર આ એન્કાઉન્ટરમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી