September 26, 2022
September 26, 2022

સુરત: મોબ લિંચિંગના વિરોધમાં નીકળેલી મૌન રેલીમાં ઘર્ષણ, લગાવી કલમ 144

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી.

તો રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે વિરોધ રેલીની મંજૂરી લેવામાં આવી ન હતી, જેના કારણે રેલીને અટકાવવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પોલીસના વાહનો ઉપરાંત શહેરની ત્રણ જેટલી સીટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. અચાનક પથ્થરમારો થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને ટિયરગેસના શેલ છોડીને લોકોને દૂર ભગાડી મુક્યા હતા. સ્થાનિક પીઆઈ દ્વારા હવામાં 5 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની આ ઘટનાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા પ્રયાસો કર્યો છે. હાલ સમગ્ર પરિસ્થિતી કાબુમાં છે. નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી