જમ્મુ-કાશ્મીર : તિરંગાના સન્માનમાં ભાજપ મેદાને, મહેબૂબાના નિવેદન પર આકરો વિરોધ

મહેબૂબાના નિવેદન પર બબાલ, ભાજપે કાઢી તિરંગા યાત્રા

જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા પર આપેલા વિવાદિત નિવેદનને લઇ ભાજપ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યું છે. સોમવારે ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢી મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ લાલ ચોક પર તિરંગો લહેરાવવાની કોશિશ કરતા ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જો કે પોલીસે ત્યારબાદ તેમને છોડી મૂક્યા. જમ્મુમાં પણ આ ઉપરાંત જમ્મુમાં પીડીપી ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ ત્રિરંગો ફરકાવ્યો. વંદે માતરમ અને ભારત માતાની જયના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. 

થોડાક દિવસ પહેલા તિરંગા પર વિવાદિત નિવદન આપતા મહેબુબા મુફ્તીએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી 370 નથી લાગતી ત્યાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નથી મળી જતો ત્યાં સુધી તિરંગો નહીં પકડે.

આ પહેલા ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય ધ્વજ પર કરાયેલી અપમાનજનક ટિપ્પણીને  લઈને મહેબૂબા મુફ્તી વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કાર્યકરોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્યારે આજે ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નિવેદનના વિરોધમાં ત્રિરંગા યાત્રા કાઢી રહ્યા છે. 

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર