પેપરલીક : લાખો રૂપિયા આપી પેપર ખરીદ્યું, તેમનું ભાવિ શું થશે…?

પેપર ખરીદીને પરીક્ષા આપી પણ હજુ સુધી…

DGPએ કહ્યું- સોલ્વ કરનાર અને ખરીદનાર સામે થશે આકરી કાર્યવાહી

હેડક્લાર્ક પેપરલીક કાંડ મામલે દરોજ એક પછી એક નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. પેપર સાણંદની એક પ્રિટિંગ પ્રેસમાંથી ફુટ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 11 લોકોની ધરકડ કરી છે. જ્યારે હજુ ત્રણ આરોપીઓ ફરાર છે. તો બીજી તરફ લીક થયેલું પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું છે તેને લઇ એક સવાલ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ ખાતે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં પરીક્ષાનું પેપર છપાવા ગયું હતું. ત્યાંથી આ પેપર લીક કરીને લાખો રૂપિયામાં વેચવાના કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો પણ મેળવી હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધી 70થી વધુ ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક મામલે DGP આશિષ ભાટિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. અને પેપર સોલ્વ કરનાર અને ખરીદનાર સામે થશે કાર્યવાહી થશે. જેમના નામ સામે આવ્યા છે તેમની સામે કાર્યવાહી થશે. પ્રિન્ટિંગ પ્રેસ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પેપર કોને-કોને આપ્યા છે તેની તપાસ થશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચૂડાસમાએ પેપર લીક કેસનો ભેદ ખોલતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા પોલીસ સાથે સંકલનમાં રહીને ગુનાનો ભેદ ઉકેલવા ગાંધીનગર એસપી મયુર ચાવડાએ અલગ-અલગ ટીમ બનાવી હતી. જેમાં ટેક્નિકલ એનાલિસિસિ અને હ્મુમન સોર્સિસથી તમાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ભાગેડું આરોપી જયેશ પટેલ તથા દેવલ પટેલની પરીક્ષા અગાઉની ગાંધીનગર ખાતેની તથા પરીક્ષા કેન્દ્રો આસપાસની મૂવમેન્ટ ટ્રેસ કરી હતી.

પરીક્ષા પહેલા સંપર્કમાં રહેલા દીપક પટેલને પકડીને પોલીસે એલસીબી કચેરી લવાયો હતો. જેમાં પૂછપરછ દરમિયાન દીપકે જણાવ્યું હતું કે, નરોડા ખાતે રહેતા મંગેશ શશીકાંત શિરકે પાસેથી તેણે પેપર મેળવ્યું હતું 9મી ડિસેમ્બરના રોજ 9 લાખમાં આ પેપર દેવલ પટેલ અને જયેશ પટેલને આપ્યું હતું. મંગેશને ઝડપીને પોલીસે પૂછપરછ હાથ ધરતાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું હતું.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી