દિલ્હીમાં પોલીસને ફ્લેશ મોબની આશંકા, ભારે બંદોબસ્ત ગોઠવાયો

26મીની ઘટનાને જોતાં આજે ચક્કાજામ માટે 50 હજાર પોલીસકર્મીઓ ગોઠવાયા

કિસાન સંગઠનો દ્વારા આજે 6 ફેબ્રુઆરીએ અપાયેલા ચક્કાજામ એલાનના પગલે દિલ્હી સહિત મોટા શહેરોમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો છે. 26 જાન્યુઆરીની હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને એકલા દિલ્હીમાં જ 50 હજાર જેટલા પોલીસ જવાનોનું કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દિલ્હીની બહાર હાઇવે પર કિસાનો દ્વારા બપોરના 12થી 3 દરમિયાના ચક્કાજામ કરવામાં આવે ત્યારે કોઇ ઘટના ન બને તે માટેની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

કિસાન સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા સહિતની બનેલી ઘટનાઓથી સાવચેત થઇને દિલ્હી પોલીસે આજના ચક્કાજામ એલાનને ધ્યાનમાં રાખી વિવિધ મહત્વના સ્થળોએ પોલીસ જવાનોને તૈનાત કર્યા છે. પોલીસને એવી આશંકા છે કે કિસાન સંગઠનોના ટેકામાં કેટલાંક યુવા સંગઠોના ફ્લેશ મોબના સ્વરૂપમાં એકાએક જાહેર રોડ પર આવીને વિરોધ કરી શકે તેમ હાવથી મેટ્રો સ્ટેશન, આઇટીઓ અને જ્યા મોટી સંખ્યામાં ભારે ભીડ ભાડ રહેતી હોય તેવા સ્થળોએ સાદા વેશમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. અને આવી કોઇ ફ્લેશ મોભની ઘટના બને તો મોબાઇલ ફોન દ્વારા તેનું રેકોડિંગ કરી લેવાની તાકિદ પણ કરવામાં આવી છે. જેથી તેના આધારે વિરોધ કરનારાઓની ઓળખ થઇ શકે

દરમિયાન લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લગાવનાર પંજાબી એક્ટર દીપ સિદ્ધુનો હજુ સુધી કોઇ અતોપતો પોલીસને મળ્યો નથી. પોલીસે તેની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે.

 56 ,  1