ઘાટીમાં આતંકીઓનો આતંક..! અનંતનાગમાં પોલીસ ઇન્સપેક્ટરની કરી હત્યા, શોપિયામાં અથડામણ જારી

શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ જારી, એક આતંકીનો ખાત્મો

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સર્જાયેલી અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. હાલ સેનાનું સર્ચઓપરેશન યથાવત્ છે. શોપિયામાં જેનાપોરાના મેલ્હુરામાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતા સેનાએ સર્ચઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ કરી ભાગવાન પ્રયત્ન કર્યો હતો. જો કે જવાબી કાર્યવાહીમાં એકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરી સર્ચઓપરેશન ચલાવી રહી છે.

અનંતનાગમાં પોલીસ ઇન્સપેક્ટરની હત્યા

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર મોહમ્મદ અશરફ પર હુમલો તે સમયે થયો હતો જ્યારે તે નમાઝ પઢ્યા બાદ ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલા બાદ લોકોએ ઈન્સ્પેક્ટરને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા.

 30 ,  1