નાગરિકોની સજાકતાને કારણે આખરે માસ્ક વગરનો પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

માસ્ક વગર ચાલુ બાઇક પર ફોન કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પોલીસ કમિશનરની કાર્યવાહી

વડોદરામાં માસ્ક પહેર્યા વિના બાઇક પર જતાં પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. કમિશનરે કોન્સ્ટેબલ રમેશ ગોવિંદને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. બુધવારે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં કોન્સ્ટેબલ રમેશ ગોવિંદ રાત્રીના સમયે બાઇક પર માસ્ક પહેર્યા વગર જઇ રહ્યો હતો. વિડીયોમાં જોવા મળ્યું હતું કે આ માસ્ક વગરના પોલીસ કર્મીનો અન્ય બાઇક પર જઇ રહેલા બે યુવકોએ પીછો કરીને અટકાવ્યો હતો અને દંડ ભરવા રજુઆતો કરી હતી. એટલું જ નહીં પોલીસકર્મી બાઇક નંબર પ્લેટ વગરની હતી.

જો કે વીડિયો વાયરલ થયા બાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ લેનારા ડો.શમશેરસિંગે ગંભીરતાથી લઇ કોન્સ્ટેબલ રમેશ ગોવિંદને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.

 99 ,  1