કેરળના અલુપ્પાઝા જિલ્લામાં ડયુટી પરથી ઘેર આવી રહેલા મહિલા પોલીસ અધિકારી સૌમ્યા પુષ્કરનને એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધાની કમકમાટીભરી ઘટના બની છે. પોલીસને મળતી માહિતી મુજબ, 34 વર્ષીય મહિલા પોલીસ અધિકારીનું શનિવારે મોત થઈ ગયું.
મહિલા પોલીસ અધિકારી સૌમ્યા પુષ્પાકરન માવેલિક્કારાના વલ્લીકુન્નુમ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતી. રિપોર્ટ મુજબ, સૌમ્યાના ત્રણ બાળકો છે અને તેમનો પતિ વિદેશમાં નોકરી કરે છે. મૂળે, મહિલા પોલીસ અધિકારી જ્યારે ડ્યૂટી બાદ ઘરે પરત આવી રહી હતી ત્યારે આરોપીએ તેમની પર કથિત રીતે પેટ્રોલ છાંટી આગને હવાલે કરી દીધી.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલા પોલીસ અધિકારીને સળગાવવા દરમિયાન આરોપી પણ દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હુમલાના કારણની તપાસ કરી રહી છે.
24 , 1