મહેસાણા: થાઈલેન્ડની 2 યુવતીઓ સહિત મેનેજરની ધરપકડ

મહેસાણામાં ધ ગ્રાન્ડ થાઇ સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 2 થાઇલેન્ડની યુવતી તેમજ સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી પાસે ધ ગ્રાન્ડ થાઈ સ્પા આવેલો છે. જ્યાં મહિલાઓ દ્વારા મસાજના નામે કુટણખાનું ચાલતું હોવાની આશંકા હતી. જેની બાતમીને આધારે મહિલા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતના સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

આ દરમિયાન થાઈલેન્ડની 2 યુવતીઓ સહિત સ્પા સેન્ટરના મેનેજર જીગ્નેશ નાયકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સંચાલક રાજુ દેસાઈ અને ભરત દેસાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી