September 23, 2020
September 23, 2020

સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ ! ઝારખંડની 6 સગીરા સહિત 30 યુવતીઓને કરાઇ મુક્ત

નવસારી અને સુરત પોલીસની ટીમે ઓપરેશન પાર પાડ્યું, તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી

સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. નવસારી અને સુરત પોલીસની ટીમે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ તમામ યુવતીને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ઝીંગા ફેકટરી પલસાણાના માખીનગા ગામની ફેક્ટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

ફરિયાદ બાદ ગુજરાત સ્ટેટ કન્ટ્રોલ દ્વારા સુરત અને નવસારી પોલીસને સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્ટેટ કન્ટ્રોલમાંથી મળેલી સૂચના પ્રમાણે સુરત અને નવસારી પોલીસે ઝીંગા ફેકટરીમાં દરોડા કરીને 6 સગીર બાળા અને 24 પુખ્તવયની યુવતીને સુરક્ષિત છોડાવી સુરત નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપી છે.

પોલીસના જણાવ્યા મુજબ, એક મહિના પહેલા ઝારખંડથી યુવતીઓને સિલાઈ કામ શીખવાડના બહાને મંજુબેન નામની મહિલા પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં લઈ આવી હતી. છેલ્લા એક મહિનાથી યુવતીઓ પાસે કામ કરાવવામાં આવતું હતું. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ મામલે મંજુબેનની અટકાયત કરી છે. આ સાથે ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર