ગેરકાયદે રીતે હેરફેર કરાઇ રહેલા 454 ઘેટા બકરાં પોલીસે ઝડપી પાડ્યા

નિકોલ પોલીસે ટ્રક ડાઇવર-ક્લીનગર સહિત 9 સામે ફરિયાદ નોંધી, પોલીસ મથક ઘેટા-બકરાંથી ભરાઇ ગયું

શહેરના નિકોલ વિસ્તારમાંથી પસાર થઇ રહેલી ઘેટા બકરાની બે ટ્રકો સ્થાનિક યુવકોએ રોકી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બન્ને ટ્રકની તલાશી લેતા તેમાંથી 454 ઘેટા બકરાં મળી આવ્યા હતા. જેની પરમીશન તેમની પાસે ન હતી. જેથી પોલીસે ડ્રાઇવર ક્લનીર સહિત 9 સામે ફરિયાદ નોંધી 39.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે. એક તબક્કે રાત્રે ઘેટા બકરાંથી આખુંય પોલીસ મથક ભરાઇ ગયું હતું.

શહેરના નિકોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ રણછોડભાઇ સહિતના લોકો ગઇકાલે રાત્રે ફરજ પર હાજર હતા. તે દરમિયાન એક યુવકે કંટ્રોલ મેસેજ કર્યો હતો કે, દાસ્તાન સર્કલથી આગળ નિકોલ જવાના રસ્તા પર બે ટ્રકમાં ઘેટા બકરા ભરી ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી છે. જેથી પોલીસ મેસેજ વાળી જગ્યાએ પહોંચી હતી. ત્યારે બે ટ્રક ઉભા હતા. ઉપરાંત કંટ્રલ મેસેજ કરનાર યુવક પણ હાજર હતો અને તેમને ટ્રક રોકી ઉભા રાખ્યા હતા.

આ દરમિયાન પોલીસે ટ્રકમાં ચઢી તપાસ કરતા અંદર ખીચોખીચ ઘેટા-બકરાં ભરેલા હતા. તે સમયે ત્યાં ઘેટા બકરાની ગણતરી પણ થઇ શકે તેમ ન હતી. જેથી બન્ને ટ્રક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં ડ્રાઇવરનું નામ પુછતા તેણે રહેમાન દિલાવર હાલીપોતરા (રહે.રાજસ્થાન) જ્યારે ક્લીનરે પોતાનું નામ અજીજ ફકીર, મજના આલીસર (બન્ને રહે બાડમેર) હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અંદર સિકંદર અને શાહિદ નામના મજુર મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘેટા બકરાની ગણતરી શરૂ કરી હતી. જેમાં 151 નંગ ઘેટા, 72 નંગ બકરા મળી 223 ઢોર મળી આવ્યા હતા. જ્યારે ટ્રક ચાલક પાસે ફક્ત 75 ઘેટાની જ પરવાનગી હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે બીજા ટ્રકના ડ્રાઇવરની પુચ્છા કરતા તેણે પોતાનું નામ જુનેદ ખાનજી (રહે. મોડાસા) હોવાનું જણાવ્યું હતુ. તેના ટ્રકમાં તપાસ કરતા 95 ઘેટા અને 136 બકરા એમ ટોટલ 231 ઢોર મળી આવ્યા હતા. તેની પાસે ફક્ત 194 ઘેટા-બકરાંની પરમીશન હતી.

જેથી પોલીસે 19.01 લાખની મતાના 454 નંગ ઘેટા બકરાં અને 20 લાખની કિંમતની બે ટ્રકો એમ કુલ  39.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે બન્ને ટ્રકના ડ્રાઇવર, ક્લીનર સહિત 9 સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર