મહેસાણા: વિજાપુરના આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો, બે પોલીસકર્મી સહિત 7 આરોપીની ધરપકડ

મહેસાણાના વિજાપુર તાલુકામાં આગાડીયા પેઢીની લૂંટ નો ભેદ ઉકેલાઇ ગયો છે. સ્વીફ્ટ ગાડીમાં આવેલા લૂંટારૃઓ કુલ 25 લાખ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાનો મહેસાણા એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઘટનામાં વિસનગર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ સહિત આઠ વ્યક્તિઓની સંડોવણી ખુલી છે. જેમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ, લૂંટ કરેલ પૈસાના ભાગ પાડવા આરોપીઓ દેવીપુરા પાટીયાએ એકઠા થવાના છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી એલસીબી પોલીસે આ સ્થળે રેડ કરીને આરોપીઓને પકડી લીધા હતા.

આંગડીયા પેઢીના કર્મચારીને આંતરી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં વાપરવામાં આવેલ સફેદ કલરની સ્વીફ્ટ કાર, મોટરસાયકલ, રોકડ અને પાંચ મોબાઈલ સહિત રૃા. ૨૯૨૨૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટની ઘટનામાં વિસનગર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓની ખુલેલી સંડોવણી બાબતે ગાંધીનગરના રેન્જ આઈજી મયંક ચાવડાએ કહ્યું હતું કે બાતમીદારો અને પુછપરછના આધારે લૂંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં સંડોવાયેલા બન્ને પોલીસ કર્મીઓએ રજાના દિવસે કૃત્ય આચરી બીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. તેઓની ધરપકડ કરાઈ છે અને સસ્પેન્ડની કાર્યવાહી કરાશે

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી