વડોદરા: આરોપીને માર ન મારવા PSI રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા

આરોપીનાં રીમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુન્હાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે વડોદરા શહેરનાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ માંગી હતી.

સમાજમાં ગુનો કરનાર અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની અટકાટત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, અહીં તેની સાથે આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવે છે, પરંતુ કેટલાક લાંચિયા પોલીસ અધિકારીઓના કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ઘર જેવો અનુભવ થાય છે.

આરોપી લાંચ આપવા માંગતા ન હોય વડોદરા એ.સી.બી. પોલીસ. સ્ટેશનમાં ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદનાં આધારે લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે બુધવારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ.આર. છોવાળા (મુળ રહે-બી/૭, રવિ ટેનામેન્ટ, ચેનપુર રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ) રૂ. 35 હજારની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઇ ગયા હતા.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી