આ પોલીસવાળાઓને ખાખીના બદલે ગમ્યો ભગવો, બન્યા કેસરીયા બાલમ..

ઉડુપી જિલ્લાના પોલીસકર્મીઓએ ભગવો પહેરીને પડાવ્યા ફોટા

ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં ભગવા રંગના કપડા પર આજકાલ રાજકારણ ગરમાઈ ગયુ છે. બન્યુ એમ છે કે, ઉડુપી જિલ્લાના બે પોલીસ મથકના પોલીસ સ્ટાફે દશેરાના સમારોહ દરમિયાન ભગવા કપડા પહેરેલો ગ્રૂપ ફોટો ખેંચાવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ મુદ્દે કોંગ્રેસે હવે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ કહ્યુ છે કે, હવે રાજ્ય સરકારે પોલીસને ત્રિશુળ વહેંચી દેવા જોઈએ. અત્યારે તો તમે એમનો પહેરવેશ બદલ્યો છે અને હવે હાથમાં ત્રિશુળ પણ પકડાવી દો એટલે કર્ણાટકમાં જંગલ રાજ લાવવાના તમારા સપના સાકાર થઈ જશે.

તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં મોરલ પોલિસિંગના નામે યુવક યુવતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને આવા આરોપીઓને છોડાવવા ભાજપના નેતાઓ પોલીસ મથક પહોંચી જાય છે. હિન્દુ સંગઠનો ખુલ્લેઆમ ત્રિશુળ વેહંચી રહ્યા છે. જેને ભાજપનુ સમર્થન પ્રાપ્ત છે.

બીજી તરફ ભાજપે સવાલ કર્યો છે કે, સિધ્ધારમૈયાને ભગવા રંગની આટલી બીક કેમ લાગી રહી છે, જો તેઓ ભગવાનો વિરોધ કરશે તો પ્રજા તેમને સાઈડલાઈન કરશે, આ રંગ બલિદાનનો પ્રતિક છે અને પ્રાચીન સમયથી તેની પૂજા થતી આવી છે. સિધ્ધરમૈયા લઘુમતીઓને ખુશ કરવા આવા નિવેદન આપી રહ્યા છે, તેમણે પોતે ટીપુ સુલતાનની ટોપી પહેરીને તલવાર પકડી હતી ત્યારે તેમને દેશની એકતા કેમ યાદ નહોતી આવી… 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી