September 23, 2020
September 23, 2020

હવે ચોરોની વધી ગઇ હિંમત..!! પોલીસ સ્ટેશન બહારથી જ કોન્સ્ટેબલનું બાઈક લઇ છુમંતર

રાજ્યમાં સલામતી ક્યા..? પોલીસ સ્ટેશનમાં જ ચોરી થાય તો પ્રજા કઈ રીતે સલામત

ધોળાદિવસે પોલીસ સ્ટેશનમાં જ ચોરી થાય તો પ્રજા કઈ રીતે સલામત હોય ? અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું બાઇક ચોરો ઉઠાવી છૂમંતર થઇ ગયા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહારથી ચોરે પોલીસકર્મીનું બાઈક ચોરી કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ પોલીસકર્મીએ જ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે બાઈક અને તસ્કરોને લઇ તજવીજ શરૂ કરી છે.

ધોળકા ખાતે રહેતા મનહરકુમાર પરમાર એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે તેમનું સ્પ્લેન્ડર બાઇક છે. ગત 28મી જુલાઈએ રાત્રે તેઓ ધોળકાથી આવ્યા અને બાઇક પોલીસસ્ટેશન સામે મૂકી ડ્યુટીએ ચઢયા હતા. રાત્રે બાઇક ઉકીને ફરજ નિભાવી અને સવારે શિફ્ટ પુરી થતા તેઓ ઘરે જવા નિકલ્યા ત્યારે તેમનું બાઇક ત્યાં ન હતું.

બાઇક શોધવા અનેક પ્રયાસો કર્યા પણ બાઇક મળ્યું ન હતું. જોકે અનેક દિવસો સુધી બાઇક ન મળતા આખરે તેમણે એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર