જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે કરી મારામારી

પોલીસકર્મીઓની દાદાગીરી કેમેરામાં કેદ, નર્મદા SPએ તમામને કર્યા સસ્પેન્ડ

કેવડિયા જંગલ સફારી પાર્કમાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી સાથે પોલીસકર્મીઓની દાદાગીરી ભારે પડી છે. આ મામલે નર્મદા SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. જંગલ સફારી પાર્કમાં 6 પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં ઘુસતા સિક્યુરિટીએ ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મીઓ પાસેથી ટિકિટ માંગે છે. જેને લઈને એક પોલીસકર્મી તેની સાથે રકઝક કરે છે અને બંને વચ્ચે ઘર્ષણ થતાં પોલીસકર્મીએ તેનો કાઠલો પકડી લીધો હતો અને પછી લાફાવાળી કરી હતી. આ પછી અન્ય પોલીસકર્મીઓએ પણ તેને માર મારવા માંડ્યો હતો. 

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ અંગે રજુઆત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટના બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. જોકે, નર્મદા SPએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.

સસ્પેન્ડ કરાયેલા ટ્રાફિક પોલીસકર્મીઓ

  • શૈલેષ મનસુખ, હેડ કોન્સ્ટેબલ
  • રાજેન્દ્ર ખાનસિંગ, કોન્સ્ટેબલ
  • મનોજ ધનજીભાઈ, કોન્સ્ટેબલ
  • કૃષ્ણલાલ મહેશભાઈ, કોન્સ્ટેબલ
  • અનિલ મહેશભાઈ, કોન્સ્ટેબલ

 83 ,  1