ગુજરાતમાં પણ 26 બેઠકો માટે રાજકીય ધમધમાટ શરુ…

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ધમધમાટ શરુ થઇ ગયો છે. આ જંગમાં ગુજરાતમાં ભાજપના ખૂદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ગાંધીનગરની બેઠક પરથી ફરીથી જો એલ.કે અડવાણીને ટિકિટ મળી હોત તો કોંગ્રેસનો ઉમેદવાર કોણ હોત તે સમીકરણો બદલાઈ ગયા છે અને હવે અમિત શાહની સામે કોણ ટક્કર લેશે તેવા સમીકરણો રચાઈ રહ્યા છે.

કોંગ્રેસમાં ગાંધીનગર બેઠકથી લડવા કોઈ સામે ચાલીને તૈયાર થાય એવી શક્યતાઓ નહીવત બની છે કેમ કે, જયારે ખૂદ રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા હોય ત્યારે તેમની જીત નક્કી જ હોય છે. સિવાય કે તેઓ કેટલા મતોની સરસાઈથી જીતશે. 26 બેઠકો માટે બંને પક્ષોએ કેટલીક બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે 4 ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે જો તેઓ જીતશે તો વિધાનસભાની બેઠક ખાલી કરવી પડે અને એ બેઠકો માટે ફરીથી પેટા ચૂંટણી યોજવી પડશે.

ભાજપે ખમતીધર એવા વિઠ્ઠલ રાદડિયા, પ્રભાત સિંહ ચૌહાણને ફરીથી ટિકિટ આપી નથી. જેના ઘેર પ્રત્યા ઘાટો પડી રહ્યા છે. ભાજપમાં રાદડિયા ફેક્ટર હવે પૂર્ણતાના આરે હોય તો નવાઈ નહીં. બીજી તરફ પ્રભાત સિંહ ચૌહાણે મૂછે તાવ દઈને કહ્યું છે કે ભલે મને ફરીથી ટિકિટ નથી આપી તેમ છતાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતરશે અને ભાજપને હરાવશે. વિઠ્ઠલ રાદડિયા પોતે નાદુરસ્ત ધરાવે છે. પોરબંદર અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેઓ ખમતીધર ગણાતા હતા. પરંતુ હવે તેમને ફરીથી ટિકિટ નહીં આપીને ભાજપે સારો નિર્ણય કર્યો કે ખોટો એ તો પોરબંદર બેઠકના પરિણામ કહેશે. પણ હાલમાં તો રાદડિયા તેનાથી નારાજ ચાલી રહ્યા છે.

 46 ,  3